ભરૂચમાં પતેતીના તહેવારની ઉજવણી
ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી
આગેવાનો જોડાયા
શહેરના અગ્રણીઓ જોડાયા
શુભકામના પાઠવાઈ
ભરૂચમાં પારસીઓનાં તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા હતા.
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી પરિવારોએ શુક્રવારે પવિત્ર તહેવાર પતેતી તથા પારસી નૂતન વર્ષની ઉમંગભેર ઉજવણી કરી હતી.
શહેરની અગિયારીઓમાં વહેલી સવારથી પારસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.પારસી સમાજ માટે પતેતી પર્વ ભૂલોનો પશ્ચાતાપ કરી મનને શુદ્ધ કરવાનો દિવસ માનવામાં આવે છે.
આ પ્રસંગે પારસી પરિવારોએ પોતાના ઘર તથા આતશબહેરમના આંગણામાં સાથીયા પૂરીને આસોપાલવના તોરણથી શણગાર કર્યો હતો. ભરૂચના વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડની ચાર અગિયારીઓમાં સવારથી જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના સામાજિક તથા રાજકીય આગેવાનો સહિત લોકોએ બંબાખાના વિસ્તારમાં સ્વ. શ્યામ શેઠના નિવાસસ્થાને એરિઝ શેઠના પરિવારની મુલાકાત લઈ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈરાનથી ભારત આવેલા પારસી સમાજે ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ભળી જઈ પોતાની આગવી ઓળખ અને પરંપરાઓ આજે પણ જાળવી રાખી છે.
