ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે એક જ અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં 30 ટકા જેટલો વધારો નોંધાતા સામાન્ય વર્ગના બજેટ પર અસર પડી રહી છે.

ભરૂચમાં ડુંગળીના ભાવ ફરી એકવાર સામાન્ય લોકોના બજેટને ખોરવી શકે છે. વરસાદ અને ઓછા પુરવઠાને કારણે, છેલ્લા અઠવાડિયામાં ડુંગળીના ભાવ લગભગ ૩૦ ટકા વધ્યા છે. છૂટક બજારમાં ડુંગળીના રિટેલ ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. ૪૦ થી ૫૦ સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, તહેવારોની મોસમ દરમિયાન ડુંગળીના ભાવમાં ઝડપથી વધારો થવાથી તણાવ વધી શકે છે.જથ્થાબંધ ભાવમાં અચાનક થયેલા વધારાથી રિટેલ બજાર પર અસર પડી છે. રીટેલ વેપારીઓના મતે બજારમાં ભાવ વધ્યા છે, અને વરસાદને કારણે ડુંગળી વધુ બગડી રહી છે, જેના કારણે ઊંચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે.સપ્ટેમ્બરમાં બજારમાં ખરીફ ડુંગળીનો નવો પાક આવવાનું શરૂ થશે, જેનાથી પુરવઠો વધશે. તે સમયગાળા દરમિયાન ભાવ ઘટવાની ધારણા છે.