ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે સમૂહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 5 જોડાના નિકાહ ધાર્મિક વિધિ મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નિકાહખ્વાનીની ધાર્મિક વિધિ મૌલાના તથા ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સમૂહ નિકાહના આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય અને સામાજિક સહકાર પૂરો પાડવાનો રહ્યો હતો.ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા,સમાજના આગેવાનો, શુભેચ્છકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી ડો. સૈયદ અબ્દુલ રશીદ બાબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો.આ પ્રસંગે નવદંપતીઓને સુખી દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
