ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પાંચબત્તી ખાતે ખાંડના વધતા ભાવના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ખાંડના વધતા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકરો હાથમાં પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા અને વધતી મોંઘવારી સામે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ખાંડના ભાવમાં થયેલા વધારા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. AAPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નીવડી છે અને સતત વધતા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે.ખાંડના વધેલા ભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. AAP દ્વારા સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી હતી.
