સાબરકાંઠા જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે મહિલાઓએ ચૂલો ઠારીને શીતળા માતાની પૂજા કરી પરિવારના સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરે શીતળા સાતમને લઈને વહેલી સવારથી મહિલાઓની ભીડ જામી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે પહોંચી શીતળા માતાની પૂજા-અર્ચના કરી હતી. શીતળા સાતમના દિવસે ચૂલો ઠારવાની પરંપરા છે. મહિલાઓએ સવારે ચૂલો ઠારી શીતળા માતા અને બળિયાદેવની પૂજા કરી હતી,અને પરિવારના સારા સ્વાસ્થ્ય તથા સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.મંદિરમાં ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિરમાં પણ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી.
