ભરૂચ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરની અંબેમાતા વિદ્યાલય ખાતે વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ શહેર દ્વારા યુવાધનમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને વધુ દ્રઢ બનાવવાના હેતુથી વંદે માતરમ ઉદ્ઘોષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વેજલપુર સ્થિત અંબેમાતા વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ દ્વારા વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે સ્વદેશી ભારતના સંકલ્પને વેગ આપવા માટે વિશેષ પેઇન્ટિંગ અને રચનાત્મક સંદેશાઓનું પ્રદર્શન કરી વિદ્યાર્થીઓમાં જાગરૂકતા ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, ખારવા સમાજના ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ હરેન્દ્ર ભગત તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.