ભરૂચના હાંસોટની સુગર ફેકટરી
પંડવાઈ સુગર ફેકટરીના ચેરમેનની વરણી
મંત્રી ઇશ્વરસિંહ પટેલની ચેરમેન તરીકે વરણી
વાઇઝ ચેરમેન તરીકે અનિલ પટેલની વરણી
પાંડુકેશ્વર મહાદેવ મંદિરે કર્યું પૂજન
ભરૂચના હાંસોટની પંડવાઇ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે સતત 11 મી વખત રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની વરણી કરવામાં આવી છે તો વોઇસ ચેરમેન તરીકે અનિલ પટેલની વરણી કરાઈ છે
ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ યોજાયેલી હોદ્દેદારોની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન તરીકે અનિલ પટેલની પણ બિનહરીફ વરણી થઈ છે.
પ્રાંત અધિકારી રવિરાજ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો. તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી.ચેરમેન તરીકે વરણી બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ડિરેક્ટરોએ પાંડુકેશ્વર મહાદેવ મંદિરે પૂજન-અર્ચન કર્યું હતું.
આ પ્રસંગે શુભેચ્છકો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ચેરમેન તરીકેની વરણી બાદ ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતોને સારા ભાવ આપવા સાથે ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ પ્લાન્ટ કાર્યરત કરવાનું લક્ષ્યાંક છે. સુગર ફેક્ટરીના વિકાસ અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે.
