ભરૂચના હાંસોટ પંથકમાં ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી ગરમી અને બફારાના માહોલ બાદ આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારબાદ પંથકના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ અને આસરમા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો.

કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતાં રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.હાંસોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી