અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જિલ્લા ભાજપ દ્વારા આયોજન
સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજન
સ્વરછતા અંગેનો કાર્યક્રમ યોજાયો
આગેવાનો અને કાર્યકરો જોડાયા
અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્વચ્છતા વિશે એવા અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો સફાઈ કરી હતી.
અંકલેશ્વર શહેરમાં જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઝૈનબ પાર્ક વિસ્તારમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
જાહેર સ્થળો સ્વચ્છ રાખવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ અભિયાન યોજાયું હતું.કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, ઉપપ્રમુખ વિરલબેન મકવાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી આસપાસના વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો.
