રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.’I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી, જોકે મુખ્ય ન્યાયાધીશએ વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી હતી.આ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. બારાખંડા રોડથી આ કૂચની શરૂઆત થઇ ચૂકી છે. રાહુલ ગાંધી સહિતના ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ બસમાં સવાર થયા હતા. તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચશે અને રિટ પિટિશન ફાઈલ કરશે.

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે દેશભરમાંથી લોકો મોટી સંખ્યામાં એકજૂટ થઇ રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાશે. અમે રાષ્ટ્રપતિને પણ મળી ચૂક્યા છીએ. પછી અમે જંતર મંતર જવાનો પ્રયાસ પણ કર્યો અને રાજઘાટ પણ ગયા હતા. છેલ્લે હવે જ્ઞાનેશ કુમાર રાજીનામુ આપવાનો ઈન્કાર કરી રહ્યા છે એટલે કે અમે આ મામલે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.