પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આત્મનિર્ભરતા માટેની અનોખી પહેલ
મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ
બ્યુટી પાર્લર, મહેંદી, સિલાઈ, કોમ્પ્યુટર તાલીમાર્થીઓને તાલીમ
રોજગારીનું સશક્ત માધ્યમ બન્યું પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર
તાલીમ પૂર્ણ કરનાર 110 જેટલી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયા
એન્કર :
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ સ્થિત પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે તાલીમ પૂર્ણ કરનાર 110 બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રણેતા સ્વ. મનિન્દરસિંગ જોલીના વિચારોને અનુસરીને અને કરણ જોલી તથા ટ્રસ્ટીઓની પ્રેરણાથી ઉમરવાડા ખાતે ‘પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ગ્રામીણ મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
આ કૌશલ્ય કેન્દ્રમાં બહેનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી બ્યુટી પાર્લરના કોર્સ, મહેંદી, સીવણ કામ અને કોમ્પ્યુટર શિક્ષણના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન સાથે શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવી હતી. જેમાં તમામ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી હતી. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતા ઉત્સાહભર્યા વાતાવરણમાં કુલ 110 તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય સમારોહમાં પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીક, પુનિત ઘોડાસરા, સફ્વાન પટેલ, ઉમરવાડા ગામના સામાજિક આગેવાન સુલેમાન મુસા ઉર્ફે બાબુ વકીલ, પૂર્વ સરપંચ છના વસાવા, ઉમરવાડા મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપ પ્રમુખ મોહમદ ગંગાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સેન્ટરનું કુશળ સંચાલન કરનાર ફેમીદા ગંગાટ, શિક્ષિકાઓ સઉદા ગંગાટ, ફઝીલા શેખ, કુલસુમ શેખ, સુહાના ગંગાટ તેમજ સુપરવાઈઝર મનીષાબેન અને વિકાસભાઈએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.
ઉમરવાડા ગામની હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષકો હેમંત મોદી, ભાવના પવાર, ધર્મિષ્ઠા પટેલ અને આશા પટેલ સહિતના અગ્રણીઓએ પણ ખાસ ઉપસ્થિત રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીકે જણાવ્યુ હતું કે, ઉમરવાડામાં પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે ગામના સરપંચ ઇમ્તિયાઝ માંકરોડ અને સામાજિક આગેવાન સુલેમાન મુસા ઉર્ફે બાબુ વકીલે અથાગ મહેનત કરી છે, ત્યારે આ કૌશલ્ય કેન્દ્રમાંથી 100થી વધુ તાલીમાર્થી બહેનોએ અલગ અલગ કોર્સમાં તાલીમ મેળવીને આત્મનિર્ભર બની છે, ત્યારે તમામ તાલીમાર્થી બહેનો સફળતાના આયામોને સર કરે તેવી શુભેચ્છા સાથે પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારીકે અભિનંદન પાઠવ્યા હતા.
