હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડાના સ્ટોલ ઊભા કરાયા
અવનવા પ્રકારના ફટકડા જોવા મળ્યા
ભાવમાં સામાન્ય વધારો
આ સિઝન સારી જાય એવી વેપારીઓને આશા
પ્રકાશના પર્વને ઉજવવા થનગનાટ
પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં અવનવા પ્રકારના ફટકડાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર ધમધમતા થયા છે ત્યારે આ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટી બજારમાં આવી ગઈ છે. જોકે, આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે.દિવાળીના સમયે હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત મુખ્ય માર્ગો પર અને માનવ વસ્તી નજીક પણ ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખવામાં આવે એ જરૂરી બન્યું છે.
વિવિધ પ્રકારના ફટાકડા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે પહેલા કરતા હાલ ફટાકડાના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. મોંઘવારી હોવાથી હજુ ખરીદી જામી નથી પરંતુ આવનારા દિવસોમાં ઘરાકી નિકળે એવી તેમને આશા છે.
