વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્ધારા ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તબીબી અને એન્જી. ક્ષેત્રે ૨૬૭ જેટલા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે ૪૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશ-વિદેશ માંથી ભરુચી વહોરા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચી વહોરા પટેલ વિશ્વભરમાં ફેલાયેલો સમાજ છે. વહોરા સમાજ “સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ” થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુથી દુનિયાભરમાં વસવાટ કરતા ભરૂચી પટેલો એ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન ની સ્થાપના કરી હતી. સમાજના અનેક વિધાર્થીઓ સ્કોલર હોવા છતાંયે આર્થિક સંકડામણ ને કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. આ બાબત ને લક્ષમાં રાખી સંસ્થાએ તબીબી અને એન્જીનયરીંગ સહિતના ૧૫ કોર્ષ માં આગળ વધવા માંગતા ૨૬૭ વિદ્યાર્થીઓ ની પસંદગી કરી હતી.
આવા વિદ્યાર્થીઓને મુન્શી સ્કૂલના કેમ્પસ યોજાયેલ કાર્યક્રમમાં વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજી ની અધ્યક્ષતા ૪૦ લાખ રૂપિયાની માતબર રકમ ની સહાય કરવામાં આવી હતી. આ તબક્કે સંબોધન કરતા વર્લ્ડ પ્રેસિડેન્ટ ઐયુબભાઈ અકુજી એ ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને છાત્રો ને જણાવ્યુ હતુ કે શિક્ષણના માધ્યમથી જ કોમની અને રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા કરી શકાય એમ છે. આ પ્રસંગે મૌલાના મુફ્તી ઇકબાલ ટંકારવી,મૌલાના અલ્તાફ અલ-અઝહરી,ફારૂકભાઈ કે.પી., આદમભાઈ આબાદ નગરવાલા, દિલાવરભાઈ દશાનવાલા, ઇકબાલભાઈ પાદરવાલા, યુનુસભાઈ અમદાવાદી તેમજ દેશ-વિદેશ માં રહેતા ભરુચી વહોરા અગ્રણીઓ, સંયોજકો અને ગામેગામથી કાર્યકરો મોટી સંખ્યામાં
