ભુકંપ બાદ બેઠુ થયેલો કચ્છ જિલ્લો હવે કોરોનાની મહામારી સામે ઝઝુમી રહયો છે ત્યારે કચ્છ સહિત સમગ્ર વિશ્વમાંથી કોરોનાની બિમારી દુર થાય તે માટે હવે પ્રાર્થનાઓ તેમજ હવનોનો દોર શરૂ થયો છે.
ભુજના ખારીનદી ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે ભૂદેવો દ્વારા વિષ્ણુસહસ્ત્ર પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. કચ્છમાં કોઈનું કોરોના બીમારીથી મરણ ન થાય તેમજ કેસો ઘટે અને પરિસ્થિતિ પહેલા જેવી થાય તે માટે ભુદેવોએ પ્રભુને પ્રાર્થના કરી હતી. હરિ ના તો હજાર નામ છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનું સામુહિક પઠન કરી ભગવવાને રિઝવવામાં આવ્યા હતાં.
લોકો સુરક્ષિત રહે તે માટે ભુદેવોએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી લોકોને સાવચેતી અને સલામતી રાખવા આહવાન કર્યું છે. ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો અને એકબીજાથી સોશિયલ ડીસ્ટન્સ જાળવવા તેમણે અનુરોધ કર્યો છે.
