અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલના ડિરેકટરોએ રૂપિયા 33.39 કરોડના વિવિધ સરકારી વેરા અને વિવિધ દંડોના ભરપાઈ ન કરતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલના ડિરેક્ટરો સામે કરોડો રૂપિયાના વેરા અને દંડની ભરપાય ન કરાતા પોલીસ ફરિયાદ નોધાય છે. અંકલેશ્વર કચેરીના રાજ્ય વેરા નિરીક્ષક ધીરુ રાદરીયાએ જીઆઈડીસી પોલીસ મથકમાં નોધાવાયેલ ફરિયાદ મુજબ તા. 05/04/2006 થી અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલ કંપની કેન્દ્રીય કાયદાઓ હેઠળ ડ્રાફ્ટ પેપર અને બોર્ડ બનવાનો ધંધો કરી રહી હતી અને આ નોંધણી નંબરના આધારે સરકારને વેરો ઉઘરાવાની પુરેપુરી સત્તા હતી જેમાં ઉઘરાવેલ વેરા પૈકી સરકારના નિયમ સમયમાં ભરવાની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોની હોય છે.
પરંતુ ડિરેકટરો દ્વારા વર્ષ 2008-2014 સુધીમાં કુલ 33,39,16,786/- ની રકમ અને દંડ ભર્યો ન હતો અને સરકારને આર્થિક નુકશાન પહોંચડ્યું હતું આથી વેરો અને દંડની રકમની ભરપાય ન કરાતા કંપનીના ડિરેક્ટર ચીમનભાઈ પટેલ રહે,પલસાણા, સુરત,જેકીશન પટેલ, રહે, પટેલ ફળિયું પલસાણા, સુરત,કેતનકુમાર પટેલ 275, જાગિરધર, પલસાણા, સુરત, મોહંમમદ શોએબ શેખ, રહે, કામરેજ સુરત સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
