ભરૂચ જિલ્લા કૉંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજાયો હતો જેમાં પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પુરા થતા ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે તેની સામે કોંગ્રેસ દ્વારા પણ સમાંતર રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય સંજય સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા યુવા પ્રમુખ શેરખાન પઠાણ, શહેર પ્રમુખ વિકી શોખી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જોકે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પઓલિસ દ્વારા અટકાયત કારાતા પોલીસ અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને અંતે પોલીસે અમિત ચાવડા સહિત કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
