ભારતીય ક્રિકેટના ઉભરતા ખેલાડી અને ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરનાર અવી બારોટનું ગત શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. અવી બારોટના નિધનના સમાચારે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ભારતે માત્ર 29 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે એક આશાસ્પદ ક્રિકેટર ગુમાવ્યો છે.
સૌરાષ્ટ્ર તરફથી રમનાર આ યુવાનના મૃત્યુના સમાચાર ક્રિકેટ બોર્ડ વતી શેર કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંડર -19 ટીમની કેપ્ટનશિપ કરનાર અવી બારોટે આ વર્ષે જ ટી-20માં પણ સદી ફટકારી હતી. માત્ર 29 વર્ષની વયે અવી બરોટે સૌરાષ્ટ્ર માટે રમનાર 2019-20 સિઝનમાં, જ્યારે સૌરાષ્ટ્રની ટીમ રણજી ચેમ્પિયન બની, ત્યારે અવી પણ તે ટીમનો એક ભાગ હતો. જોકે, આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ અવી બારોટે સદી ફટકારી હતી.
જોકે, આ વર્ષે 15 જાન્યુઆરીએ અવિએ ગોવા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતી વખતે શાનદાર સદી ફટકારી હતી. તેણે માત્ર 53 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા. આ શાનદાર ઇનિંગના આધારે ટીમે 215 રન બનાવ્યા હતા. ગોવાની ટીમ માત્ર 125 રન જ બનાવી શકી અને સૌરાષ્ટ્રે મેચ 90 રનથી જીતી લીધી હતી. અવી બારોટ જમણા હાથે વિકેટકીપર બેટ્સમેન હોવા ઉપરાંત, તે કેવી રીતે બોલ કરવો તે પણ જાણતો હતો. પોતાની ટૂંકી ક્રિકેટ કારકિર્દીમાં, અવિએ 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 1547 રન છે. જેમાં એક સદી અને નવ અડધી સદી સામેલ છે. લિસ્ટ એ ક્રિકેટમાં, અવીએ 8 અડધી સદીની મદદથી 1030 રન બનાવ્યા હતા. ટી -20 માં તેના નામે એક સદી અને પાંચ અડધી સદી છે. અવીએ આ ફોર્મેટમાં કુલ 717 રન બનાવ્યા હતા.
