છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના કોરિડોરમાં સતત ચર્ચા ચાલી રહી છે કે શું આગામી આઈપીએલમાં એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં રહેશે કે નહીં! પરંતુ હવે CSKના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આગામી સિઝનમાં પણ કેપ્ટન કૂલ માત્ર ચેન્નઈ માટે રમતા જોવા મળશે. તેવામાં એક ફ્રેન્ચાઇઝ અધિકારીએ જણાવ્યું હતું કે હરાજીમાં પ્રથમ રિટેન્શન કાર્ડનો ઉપયોગ ટીમના કેપ્ટનને રિટેન કરવા માટે વપરાશે.CSKના અધિકારીએ ANIને કહ્યું હતું કે- આ સાચું છે કે રીટેન્શન થશે, પરંતુ કેટલું રિટેન્શન કરવામાં આવશે તે અત્યારે નક્કી નથી. પરંતુ સાચું કહું તો એમએસ ધોની માટે રિટેન્શનની પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી. તેમના કિસ્સામાં તે ગૌણ બાબત હશે. અમે તેમના માટે અમારા પ્રથમ રીટેન્શન કાર્ડનો ઉપયોગ કરીશું. વહાણને તેના કેપ્ટનની જરૂર છે અને આ એ વાતનો પણ પુરાવો છે કે તે આવતા વર્ષે રમશે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈએ આઈપીએલ 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું હતું. મેચ બાદ જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ધોનીને પૂછ્યું કે તમે તમારી પાછળ વારસો છોડી રહ્યા છો. તેના પર ધોનીએ એક રમુજી જવાબ આપ્યો અને કહ્યું કે તેણે હજુ સુધી ચેન્નઈની ટીમ છોડી નથી.
ધોની ચેન્નાઈ સુપર કિંગ્સમાં જ રહેશે! વાંચો ફ્રેંચાઈઝીએ શું આપ્યું નિવેદન
છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના કોરિડોરમાં સતત ચર્ચા ચાલી રહી છે કે શું આગામી આઈપીએલમાં એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં રહેશે કે નહીં!
