સુરેન્દ્રનગર જીલ્લામાં યુરીયા ખાતરની અછત દૂર કરવા સહિતના વિવિધ મુદ્દે આમ આદમી પાર્ટી અને કિસાન સંગઠન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર ખાતે યુરીયા ખાતરની અછત દૂર કરવા સહિતના વિવિધ મુદ્દે આમ આદમી પાર્ટી અને કિસાન સંગઠન દ્વારા ખાલી તગારા અને થાળી વગાડી ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ખાતરની અછત દૂર કરી પોટાશ યુક્ત ખાતરનો ભાવ વધારો પરત ખેચવાની માંગ પણ કરવામાં આવી હતી. આ અંગે આવનારા સમયમાં સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
