વલસાડ જિલ્લાના વાપી નજીક રેલ્વે પોલીસની હદમાંથી ચોરાયેલ રૂપિયા 24 લાખના મુદ્દામાલ સાથે રૂરલ પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, વાપી નજીક રેલ્વે પોલીસના હદ વિસ્તારમાંથી એક ઈસમ દ્વારા ટ્રેલરમાં લોખંડના પોલ ભરી ચોરી કરવામાં આવી હતી. આ પોલ રેલ્વેના બ્રિજ બનાવવા માટેના ઉપયોગમાં લેવામાં આવે છે. વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે આરકે ઇસમની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે,

ભીલાડ રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલ બ્રિજના કામ ચાલી રહ્યું હતું, ત્યારે હાઈડ્રાની મદદથી ટ્રેલરમાં 30 જેટલા પોલ ભરી તેને ગાંધીધામ લઈ જવામાં આવતા હતા. આ 30 પોલની કિંમત કુલ રૂપિયા 24 લાખ અને ટ્રેલર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ રૂરલ પોલીસે CRPCની કલમ 102 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ અર્થે આ ઇસમ વાપી રેલ્વે પોલીસને સોંપ્યો છે.