ભાવનગર તળાજા હાઇવે પર સાણોદર નજીક કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારતા બેનાં મોત નિપજ્યા છે. કાર ખાળિયામાં ઉતરી જવાથી ડ્રાઇવર સહિત અન્ય કારમાં સવારને ગંભીર ઈજા પહોંચતા બંનેનાં મોત થયા છે. રાત્રિના સમયે રાજપરા ગામેથી કાર લઈને ભાવનગર આવી ગયા હતા. દરમિયાન સાણોદર ગામ પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પ્રવીણ ભાઈ દેવરાજભાઈ ઇટાલીયા, પરેશભાઈ ધામેલીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.

બ્લેક કલરની honda city કાર GJ06-1849 નંબરની કાર લઈને ભાવનગરની આવી રહ્યાં હતાં. સમગ્ર બનાવને ઘોઘા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.