જાપાનમાં 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ શક્તિશાળી ભૂકંપના કારણે દરિયામાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે “આજે રાત્રે લગભગ 8.06 કલાકે જાપાનના ટોક્યોથી 297 કિમી ઉત્તરપૂર્વમાં ફુકુશિમા વિસ્તારમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.”
આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમાના દરિયાકાંઠે 60 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ આવ્યાના થોડા સમય પછી, મિયાગી અને ફુકુશિમા વિસ્તાર સહિત ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના ભાગોમાં એક મીટરના સુનામી તરંગો આવવાની શક્યતા છે. વીજળી આપતી કંપની TEPCOના રિપોર્ટ પ્રમાણે ભૂકંપ આવ્યા બાદ ટોક્યોમાં 700,000 સહિત કુલ 20 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જો કે, હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નથી.
