સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા પણ ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાય હતી.

પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે આવેલ આંબેડકર શોપીંગ સેન્ટર સ્થિત બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ દિપક કડીયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, અરવિંદ પરમાર, ગીતા પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.