ભરૂચના ભોલાવમાં આવેલ ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી પર રહેલી બે સંતાનની વિધવા માતા પર વિધર્મી યુવકે હુમલો કરતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર ફરીયાદી વિધવા મહિલા ભરૂચના ભોલાવની તુષાર ટ્રાન્સફોર્મર કંપનીમાં નોકરી કરે છે અને તે નોકરી પર હતી તે દરમિયાન તેના વિધર્મી મિત્રએ આવી તારા સુપરવાઇઝરને બોલાવ કહી ભારે હોબાળો મચાવ્યો હતો..

વિધર્મી યુવકે આદિવાસી ફરિયાદી વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વિધવા મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવક હારૂન હુસેન રજાક સામે છેડતી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી હારુન હુસેન રજાકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.