રાજ્યમાં નવા લાયસન્સ માટે વાહનચાલકો હેરાન થઇ રહયા છે ત્યારે લાઈસન્સ માટેના સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડતાં અમદાવાદમાં 25 હજાર સહિત રાજ્યમાં 80 હજારથી વધુ અરજદારોના પાકાં લાઇસન્સ કામગીરી અટકી ગઈ છે. હવે ફરી ક્યારે સ્માર્ટ કાર્ડ મળશે ? તે અંગે આરટીઓ અધિકારી સ્પષ્ટ કહી શકતા નથી.કાર્ડ માં આવતી સ્માર્ટ ચિપ્સ ન મળવાને કારણે આ સ્થિતિ બની છે.
છ મહિના અગાઉ સ્માર્ટ કાર્ડ ખૂટી પડતાં વાહનના પાકાં લાઇસન્સ બેકલોગ બે લાખથી વધુ પહોંચી ગયો હતો. આ પછી વાહન વ્યવહાર વિભાગે કંપની કોન્ટ્રાક્ટ રીન્યુ કરતા લોકોને ઝડપથી પાકાં લાઇસન્સ મળવા લાગ્યા હતાં. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિત 38 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. પરંતુ પાકાં લાઇસન્સ મળતા નથી. આરટીઓ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સ્માર્ટ કાર્ડ કયારે આવશે ? તેની કોઇ જાણકારી નથી. જેના લીધે પાકાં લાઇસન્સ બેકલોગ વધતો જશે.લાઇસન્સ કાર્ડમાં આવતી ચીપ હાલ આવતી નથી. જેના લીધે સ્માર્ટ કાર્ડ તૈયાર થઇ શકતા નથી. પ્રતિ દિવસ હજારો વાહન ચાલકો અટવાયા છે નવા લાયસન્સ માટે અરજી આવે છે પણ લાયસન્સ ઈશ્યુ થઇ શકતા નથી
