અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સીલીકોન કંપનીમાં સેફટી વિના શેડ ઉપર પતરા લગાવતો કામદાર નીચે પટકાતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું .
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વાલિયા તાલુકાના પઠાર મોદી ફળિયામાં રહેતો ૨૭ વર્ષીય નીલેશ દિનેશભાઈ વસાવા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સીલીકોન કંપનીમાં અન્ય પાંચ કામદારો સાથે શેડ ઉપર પતરા ફીટ કરી રહ્યો હતો તે દરમિયાન સેફટીના ભાવે સિમેન્ટનું પતરું તૂટી પડતા તે નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
