ભરૂચ શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત દીક્ષા વાણીયા દ્વારા 50થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિકરી-દિકરા વચ્ચે ભેદભાવ તથા બિનજરૂરી વસ્તુ વધારાના વિકટ પ્રશ્ન વિશે વાસ્તુ નિયંત્રણ કરવાના સુવિચાર પર ભાર મુકવામા આવ્યો હતો. દીક્ષા વાણીયા દ્વારા પૃથ્વી પર શ્રેષ્ઠ આત્મારામ આહવાન કરવા સ્ત્રી સમાજને આહવાન કરવામાં આવ્યું હતું. પૃથ્વી પર શ્રી રામ, કૃષ્ણ, ધ્રુવ, પ્રહલાદ, ન્યુટન, આઈન્સ્ટાઈન જેવા પવિત્ર આત્માને પણ આ પૃથ્વી પર લાવવા એક મા જ શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે, તેમ જણાવ્યું હતું. આજના બાળકો જ શ્રેષ્ઠ ભારતના સર્વોપરી સર્વગુણ સંપન્ન ભાવિ નાગરિક હોય અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવામાં પિતા જ સર્વોત્તમ સ્કૂલ છે, તેવું પણ જણાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશ નાગરનું નોંધનીય યોગદાન રહ્યું હતું.