ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર સીએમ દ્વારા આજથી 90 દિવસ માટે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જૂની યોજનાઓમાં 100 ટકા પેનલ્ટી માફ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યોજના હેઠળ ગુરુ પૂર્ણિમાના અવસરે નિર્ણય કરવામાં આવ્યો રાજ્યમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા.1-7-2022 ની સ્થિતિએ બાકી હપ્તા પર 90 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે રૂ. 768.92 કરોડની માફી આપવામાં આવશે જે લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યા થી 90 દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઈ કરવામાં આવે તો બાકી રહેતા હપ્તાની રકમ ઉપર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. આ રાહત પેકેજ યોજનામાં જોડાવા થી 64,991 જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકે.એટલું જ નહિ, 90 દિવસની સમય-મર્યાદામાં હપ્તાની ભરપાઈ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યું છે