અમદાવાદમાં RTO એજન્ટે એપ્લીકેશનમાં બનાવટી લાઈટ બીલ અપલોડ કરી લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. RTO એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે RTO ઇન્સ્પેક્ટર રાણીપ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં RTO ના બે એજન્ટોએ મળીને એક ગાડીની લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિક ઘરનું બોગસ લાઈટ બીલ બનાવી આરટીઓમાં જમા કરાવી દિધું હતું. જોકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષક ફરિયાદ નોંધાવતા બે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે આરોપી વસીમ કછોટ અને રિયાઝ મન્સૂરીએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જે ડોક્યુમેન્ટ RTOમાં વાહનની કામગીરી માટેની એપ્લીકેશન માં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલ અંગે ખરાઈ કરતા બનાવટી હોવાનું ભોપાળું છતું થયું હતું. જેને લઇને RTO ઇન્સ્પેક્ટર રાણીપ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રાણીપ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીને પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બેંક દ્વારા સીઝ કરવામાં આવેલી એક ટ્રક એક વ્યક્તિને વહેંચવામાં આવી હતી. જેમાં લોન કેન્સલ તેમજ એડ્રેસ ચેન્જ કરવા માટે મૂળ માલિક ના ડોક્યુમેન્ટની જરૂર પડતા બારોબાર એજન્ટો થકી આ સેટિંગ કરવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ લાઈટ બીલ ની કંપનીના સાઈટ પરથી ઈ બીલ ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી બોગસ બિલ બનાવ્યું હતું.
