ગુજરાત ATSએ બાતમીના આધારે દિલ્હીથી અફઘાની ઈસમની રૂપિયા 20 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSએ ડ્રગ્સના કિસ્સામાં વધુ એક સફળતા મેળવી છે, ત્યારે ગુજરાત બહારથી પણ ડ્રગ્સના કારોબારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત ATSએ રૂપિયા 20 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.