રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે સેવાસેતુ ૨.૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના આંબેડકર ભવનમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ તાલુકાના નાગરિકોને તેમના ગામના નજીકના સ્થળે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી નંદેલાવ ગામના આંબેડકર ભવનમાં નંદેલાવ, ઉમરાજ, ભોલાવ, ઝાડેશ્વર, ચાવજ, રહાડપોર, વડદલા, કાસદ, મહુધલા, પગુથણ, લુવારા, વગુસણા, હલદર, ઉમરા, અસુરીયા, કુવાદર એમ ૧૬ ગામનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કેમ્પમાં રાશનકાર્ડ, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
