ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ છે. વાસ્તવમાં ઈઝરાયેલે ઈરાનના વિમાનોને નિશાન બનાવીને સીરિયાના બે એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની એરક્રાફ્ટ મિસાઈલ અને હથિયારોથી સજ્જ હતું.
ઈઝરાયેલે બુધવારે રાત્રે સીરિયાના અલેપ્પો અને દમાસ્કસ એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. સીરિયન મીડિયા અનુસાર ઈઝરાયેલે એક કલાકની અંદર બે એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈરાની વિમાનને ઉતરતા અટકાવવા માટે ઈઝરાયેલે અલેપ્પો એરપોર્ટને નિશાન બનાવ્યું હતું.
