• અંકલેશ્વરનો ચકચારી બનાવ

  • સારંગપુર નજીક હત્યા

  • યુવાનની તીક્ષણ હથિયાના ઘા મારી હત્યા

  • હત્યારાઓ ફરાર, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગર પાસેની અંજનીધારા સોસાયટી નજીક બાવળની ઝાડીઓમાંથી જીતાલીની સિલ્વરસીટી સોસાયટીમાં રહેતા 43 વર્ષીય શખ્સની અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર થઇ ગયો હતો જીઆઇડીસી પોલીસે હત્યારાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વરસીટી સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાલનો સારંગપુર ગામ નજીક અંજનીધારા સોસાયટી નજીક આવેલ બાવળની ઝાડીમાંથી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આસપાસના રહીશોએ મૃતદેહ જોતા  જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાનું માલુમ પડ્યું હતું.
બનાવની જાણ ડીવાયએસપી ડો.કુશલ ઓઝા પણ દોડી આવ્યા હતા.અજાણ્યો ઈસમ ગળાના  ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી હતી.પોલીસે મુન્ના પાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.