/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-2.jpg)
દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના કેબિનેટ મંત્રી સંદિપ કુમારની સેક્સ સ્કેન્ડલની સીડી બહાર આવતા તેમને બરખાસ્ત કરાયા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સંદિપ કુમારની આપત્તિજનક સીડી મળવાની વાતને પુષ્ટિ આપતા સંદિપ કુમારને સસ્પેન્ડ કરાયાની જાણકારી આપી હતી.
અરવિંદ કેજરીવાલે કેબિનેટ મંત્રી સંદિપ કુમારને બરખાસ્ત કરાયાની વાત ટ્વિટરના માધ્યમથી જણાવી હતી.
આ અંગે એબીપી ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ સંદિપ કુમારની આપત્તિજનક સીડી તેમને બુધવારે સાંજે પાંચ વાગ્યે મળી હતી. ત્યારબાદ ચેનલે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી કેજરીવાલનો સંપર્ક કર્યો હતો અને કેજરીવાલે રાત્રે સાડા આઠે સંદિપ કુમારને કેબિનેટ મંત્રીના પદથી હટાવી દીધા હતા.
ચેનલના જણાવ્યા મુજબ સંદિપ કુમાર બે મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયા હતા. આ મામલે ન્યૂઝ ચેનલ પાસે એક ટેપ તેમજ 11 ફોટા છે.
કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમને સંદિપ કુમારની આપત્તિજનક સીડી મળી છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી જાહેર જીવનમાં શિષ્ટાચાર અને મર્યાદા માટે ઓળખાય છે. તેથી કોઇ પણ કિંમતે સમાધાન કરવામાં આવે તેમ નથી. તેમણે બીજી ટ્વિટમાં જણાવ્યું હતું કે સંદિપ કુમારને બરખાસ્ત કરવામાં આવ્યા છે.