• અમદાવાદની 400 વર્ષ જૂની ધરોહર

  • વૈશ્વિક બજારમાં ચમકશે માતાની પછેડી

  • મંદિરમાં પ્રવેશબંધી સામે ભક્તિનો અનોખો પર્યાય

  • હરતા-ફરતા મંદિરોનો રોમાંચક ઇતિહાસ

  • ભાનુભાઈ ચિતારાના પરિવારની 8 પેઢીની તપસ્યા

  • કાયદાકીય રક્ષણ (GI ટેગ) સાથે કળાને મળી નવી પાંખો

એક સમયે જ્યારે સમાજના અમુક વર્ગોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ હતીત્યારે ભક્તિનો માર્ગ રોકાયો નહીં. શ્રદ્ધાળુઓએ કાપડ પર જ દેવી-દેવતાઓના ચિત્રો કંડારીને પોતાનું હરતુ-ફરતુ મંદિર‘ બનાવી દીધું. આજે આ પવિત્ર કળાને GI ટેગ મળતા તેને કાયદાકીય રક્ષણ અને વૈશ્વિક ઓળખ મળી છે.

અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા માતાની પછેડીએ આજે  વૈશ્વિક  ઓળખ  પ્રાપ્ત કરી છે. એક સમયે મંદિરમાં પ્રવેશબંધી સામે ભક્તિના પર્યાય તરીકે જન્મેલા આ “હરતાં-ફરતાં મંદિરો” હવે કાયદાકીય રક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમકશે. ભાનુભાઈ ચિતારાનો પરિવાર  આઠ પેઢીથી  આ પરંપરાને જાળવે છે.

સામાજિક ભેદભાવના યુગમાં જ્યારે મંદિરોના દ્વાર બંધ હતાત્યારે દેવીપૂજક સમુદાયે સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડારી ભક્તિનો નવો માર્ગ શોધ્યો હતો. લાલકાળા અને સફેદ કુદરતી રંગોથી તૈયાર થતી આ માતાની પછેડી’ આજે અમદાવાદની વિશિષ્ટ બૌદ્ધિક સંપત્તિ  છે.GI ટેગ મળવાથી હવે તેના આર્થિક લાભો સીધા મૂળ કારીગરો સુધી પહોંચશે.

લોખંડનો કાટગોળ અને મજીઠના મૂળ જેવા કુદરતી તત્વોમાંથી તૈયાર થતા રંગો એ આ કળાની મુખ્ય વિશેષતા છે. કાપડની મધ્યમાં બિરાજમાન આદ્યશક્તિ અને તેમની આસપાસ કંડારાયેલા પૌરાણિક પ્રસંગો દરેક પછેડીને જીવંત વાર્તામાં પરિવર્તિત કરે છે. વિયેના અને ઓસ્ટ્રિયાના મ્યુઝિયમ સુધી પહોંચેલી આ વિરાસતને હવે હસ્તકળા વિભાગ દ્વારા આધુનિક માર્કેટિંગ અને સ્કીલ અપગ્રેડેશનના નવા આયામ મળી રહ્યા છે.

G-20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની શાન વધારનાર આ કળા આજે આસ્થા અને સંઘર્ષનું પ્રતીક બની છે.અંદાજે 80 જેટલા પરિવારો દ્વારા સચવાયેલો આ ઐતિહાસિક વારસો આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.માતાની પછેડી’ હવે માત્ર કાપડ નથીપરંતુ ગુજરાતની અસ્મિતા અને શ્રમિકોની અજોડ મહેનતનું પ્રમાણ છે.