Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં મોટાપાયે હાથ ધરાઇ ડિમોલિશનની કામગીરી, ક્યાં ક્યાં ફેરવાયું બુલડોઝર!!!

ગુજરાતમાં મોટાપાયે હાથ ધરાઇ ડિમોલિશનની કામગીરી, ક્યાં ક્યાં ફેરવાયું બુલડોઝર!!!
X

અમદાવાદમાં AMC દ્વારા શહેરમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને લઇને ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિવારવા માટે ઝૂંબેશ ઉપાડી છે. ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.રાજ્યભરમાં મ્યુનિસિપલના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેને લઇને અમદાવાદ, વડોદરા, જામનગર સહીતની જગ્યા પર હાલ ડીમોલીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં AMC દ્વારા શહેરમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં એસ.જી. હાઈ-વેથી હેલ્મેટ સર્કલ, પંચવટીથી પરિમલ અંડરપાસ, મહાલક્ષ્મી ચાર રસ્તા, કાંકરિયા ગેટથી બિગ બજાર સુધી દબાણ હટાવાશે. તો કૃષ્ણબાગ ચાર રસ્તાથી કેનાલ સુધી અને પંચવટીથી ગુજરાત કોલેજ સુધી ગેરકાયદે દબાણોને તોડી પડાશે. આ સિવાય શહેરની અનેક જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

જ્યારે વડોદરામાં પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આ દરમિયાન ચકલી સર્કલથી ગેંડા સર્કલ સુધી ડિમોલીશન હાથ ધરવામાં આવશે. તે સિવાય ટ્રાફિકને અડચણ કરતા બાંધકામો દૂર કરવામાં આવશે. જેમા ગત દિવસે પણ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમા 13 બિલ્ડીંગના પાર્કિંગના દબાણ તોડી પડાયા હતા. તેમજ વડોદરા કોર્પોરેશને 323 કોમર્શિયલ ઇમારતોનો સર્વે કર્યો હતો. જેમાથી 254 બિલ્ડીંગને નોટિસ ફટકારી હતી અને 40 પાર્કિંગ ખુલ્લા કરાયા હતા.

Next Story
Share it