“વિશ્વ સિંહ દિવસ” : જન્મ બાદ સિંહબાળમાં મૃત્યુ આંક 50 ટકા વધુ, સિંહમાં રોગચાળો આવવો એક કુદરતી પ્રક્રિયા : રોહિત વ્યાસ

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યની ઉપસ્થિતીમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • તા. 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આયોજન

  • ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય ઉપસ્થિત રહ્યા

  • સિંહમાં રોગચાળો આવવો એ પણ એક કુદરતી પ્રક્રિયા

  • બચ્ચાંના જન્મ બાદ મૃત્યુઆંક 50 ટકા : રોહિત વ્યાસ

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યની ઉપસ્થિતીમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

સાસણ ગીર એશિયાટિક સિંહ ધરાવતું એકમાત્ર સ્થળ છે. પણ નિર્ભિકપણે ફરતા સિંહ માટે આ માત્ર ઘર નહીં પણ સિંહનું રજવાડું છેત્યારે આજરોજ જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય રોહિત વ્યાસની ઉપસ્થિતીમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગીરના જંગલ વિસ્તારમાં કોઈ મોટી બીમારી ફરી વળે અને તમામ સિંહો પર જીવનું જોખમ તોળાવા માંડે તો પણ વિશ્વમાંથી તેમનું અસ્તિત્વ નામશેષ ન થઈ જાય તેવા હેતુથી જુનાગઢના સક્કરબાગમાં એમનું વિશિષ્ટ રીતે સંવર્ધન થઈ રહ્યું છે. પરંતુ તાજેતરમાં જ થયેલા સિંહના મૃત્યુ અંગે સિંહપ્રેમીઓમાં નારાજગી સાંપડી રહી છે.

સિંહના મૃત્યુ અંગે રોહિત વ્યાસએ નિવેદન આપતા જણાવ્યુ હતું કેસિંહમાં બચ્ચાંના જન્મ બાદ તેનો મૃત્યુ આંક 50 ટકા હોય છે. એટલે એક સિંહણને 4 બચ્ચા જન્મે તો તેમાંથી એક કેબે જ બચ્યાં જીવીત રહે છેજે કુદરતી પ્રક્રિયા છે. સિંહ બાળના ઉછેરની ટકાવારી આફ્રિકા કરતાં ગીરમાં વધુ છે. જોકેસિંહમાં રોગચાળો આવવો એ પણ એક કુદરતી પ્રક્રિયા છે. સિંહ બાળના મૃત્યુ અંગે હજુ સુધી રીપોર્ટ આવ્યો નથી. પરંતુ રીપોર્ટ પહેલા પણ સરકારે પગલાં લીધા છે. સરકાર સિંહ સંરક્ષણ માટે તમામ પગલાં લઈ રહી છે. જેમાં સિંહને કોઈ રોગ હોય કેથઈ હોય કોઈ ઈજા તો તેની સારવાર માટે રેસ્ક્યુ સેન્ટર અને આધુનિક સિંહ હોસ્પિટલ ઉપલબ્ધ છે. વધુમાં બિલખા નજીક અંદાજે 19  હેક્ટર વિસ્તારમાં સિંહ માટે આધુનિક રીસર્ચ સેન્ટર બનશેતેવું પણ ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્યએ જણાવ્યુ હતું.

બાઈટ :

Latest Stories