New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/22192020/maxresdefault-283.jpg)
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જોડતોડની નીતિઓ પણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ના કોંગ્રેસના કોર્પોરેટર ગીતાબેન પટેલને પાર્ટીમાં પ્રવેશ આપી ગાબડું પડયું છે. આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલ થી પ્રભાવિત થઈને અમદાવાદ કોંગ્રેસ ના પદ પર ચાલુ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી મહિલા નેતા ગીતાબેન કિરીટભાઈ પટેલ આજ રોજ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયાં હતાં. તેઓ અમદાવાદ વિરાટનગર વોર્ડના મહિલા કોર્પોરેટર છે. તેમણે દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરકસર વાળી કર્મનીતિ અને મફત શિક્ષણ, આરોગ્ય અને સસ્તા ભાવે વીજળી પુરી પાડવાની નીતિઓથી પ્રેરાઈને આમઆદમી પાર્ટીમાં જોડાયાં હોવાનું જણાવ્યું હતું.
Latest Stories