Connect Gujarat
Featured

અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ

અમદાવાદ : અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ, કંપનીના ચેરમેન સહિત 2 ડિરેક્ટરની ધરપકડ
X

અમદાવાદ અને સુરતમાં જેમાં અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યું હતું, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરડોર ગ્રૂપની રૂપિયા 204.27 કરોડ જેટલી સંપત્તિ જપ્ત કરી કંપનીના ચેરમેન સહિત ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ અને સુરતમાં ખાતે અરડોર ગ્રૂપ દ્વારા બોગસ દસ્તાવેજોને આધારે વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈ હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ અંગે સીબીઆઈ દ્વારા ઇડીને તપાસ સોંપતા અમદાવાદના સેટેલાઇટ અને નવરંગપુરામાં આવેલી અરડોર ગ્રૂપની 2 ઓફિસોને ટાંચમાં લીધી હતી. ઉપરાંત આંબલી, બોપલ, સાઉથ બોપલ અને શીલજ વિસ્તારમાં 17 પ્લોટને પણ ટાંચમાં લીધા હતા. આ સાથે જ EDએ અમદાવાદના સાયન્સ સિટી અને એસજી હાઈવે પર આવેલ દુકાન અને રેસિડેન્સિયલ પ્લોટને ટાંચમાં લીધા છે.

ઉપરાંત સુરતમાં પણ અરડોર ગ્રૂપની 2 ઓફિસો, 6 રેસિડેન્સિયલ પ્લોટ અને નોન એગ્રીકલ્ચરલ જમીન જપ્ત કરી છે. EDની તપાસમાં સામે આવ્યું હતું કે, સુરતમાં રહેતા તેમના સંબંધીઓના નામે પણ અનેક સંપત્તિઓ છે. આ ઉપરાંત મુંબઇ અને દિલ્હીની તેમની ઓફિસોને પણ જપ્ત કરવામાં આવી છે, ત્યારે હાલ કંપનીના ચેરમેન ભરત શાહ, ડિરેકટર ફેનિલ શાહ અને ગીતા શાહની ધરપકડ કરવામાં આવી છે.

Next Story