અમદાવાદ શહેરની વેજલપુર બેઠક પર ભાજપે અમિત ઠાકરને ટિકિટ આપી છે, ત્યારે સંગઠનના કાર્યકર્તાને ટિકિટ મળતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાજપે અમદાવાદ મોટાભાગની બેઠકોના ઉમેદવાર બદલાવ્યા છે, ત્યારે અમદાવાદમાં વેજલપુર સીટ પર અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. તેમણે વિદ્યાર્થી નેતાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી, અને ભાજપમાં તેમના ખૂબ જ મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમિત ઠાકરનું નામ જાહેર થતાં તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરો તેમનું અભિવાદન કરવા પહોંચ્યા હતા. ઢોલ-નગારા સાથે અહીં પણ કાર્યકરો મન મૂકીને નાચ્યા હતા. અમિત ઠાકર છેલ્લા અનેક વર્ષોથી ભાજપ સંગઠનમાં કાર્યરત હતા, અને તેઓ અમિત શાહના વિશ્વાસુ ગણાય છે. અહીં ભાજપે સિટિંગ ધારાસભ્ય કિશોર ચૌહાણને કાપી અમિત ઠાકરને ટિકિટ આપી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170