અમદાવાદ : વિશ્વ હિંદુ પરિષદના પાલડી સ્થિત કાર્યાલય ખાતે શિલાન્યાસ પ્રસંગની કરાઇ ઉજવણી

New Update
અમદાવાદ : વિશ્વ હિંદુ પરિષદના પાલડી સ્થિત કાર્યાલય ખાતે શિલાન્યાસ પ્રસંગની કરાઇ ઉજવણી

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ અવસરે  પાલડી ખાતે આવેલાં  વિશ્વ હિંદુ પરિષદના  કાર્યાલય ખાતે  ખુશી માહોલ જોવા મળ્યો હતો.

વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયને  કેસરી ધ્વજા સુશોભિત કરવામાં આવ્યું  હતું . ભગવાન જગન્નાથજી મંદિરના મહંત  દિલીપદાસજી મહારાજ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં મહાઆરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ફટાકડા પણ ફોડવામાં આવ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવીને  યાદગીરી રાખીશું. દિવાળી ની જેમ આજે આ પર્વ ઉજવાઈ રહ્યો છે.. લાલ કૃષ્ણ અડવાણી, અશોક સિંઘલ તેમજ સંઘના નેતાઓના કારણે રામ મંદિર શકય બન્યું છે.વધુમાં નીતિન પટેલે કહ્યું કે, જેમ સોમનાથ મંદિર માટે સરદાર વલ્લભભાઈ પટેલને દેશ અને દુનિયા યાદ કરે છે એમ રામ મંદિરનો નિર્માણનો જશ અશોક સિંઘલ, લાલ કૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર  મોદીને મળશે..

Latest Stories