અમદાવાદ : મુખ્યમંત્રીના અવાજમાં કોલર ટયુન, કોંગ્રેસે ચુંટણીપંચમાં કરી ફરિયાદ

New Update
અમદાવાદ : મુખ્યમંત્રીના અવાજમાં કોલર ટયુન, કોંગ્રેસે ચુંટણીપંચમાં કરી ફરિયાદ

દેશમાં કોરોના મહામારીના કારણે લૉકડાઉન થયું અને જનજાગૃતિ માટે મોબાઈલ ફોન પર કોલર ટ્યૂન શરુ કરવામાં આવી તેનાથી લોકો કંટાળી ગયાં હતાં અને તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ હતી. ત્યારે ગુજરાતમાં હાલમાં મુખ્યમંત્રી રૂપાણીના અવાજમાં કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ આપીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે ફરિયાદમાં ચૂંટણી પંચને જણાવ્યું છે કે ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું અને ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયાં અને હવે ચૂંટણીને આડે માત્ર થોડાક દિવસ બાકી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મોબાઈલ ફોનની કોલર ટ્યૂન દ્વારા પ્રચાર કરી રહ્યાં છે. જે ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ છે. જેથી ચૂંટણી પંચે મુખ્યમંત્રી રૂપાણી અને ટેલિકોમ કંપનીઓ પર પગલાં લેવા જોઈએ. પેટાચૂંટણી દરમિયાન આ કોલર ટ્યૂન કોની મંજુરીથી વગાડવામાં આવે છે તેવા સવાલો પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યાં છે.

Latest Stories