ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે એઆઈએમઆઈએમ ના પ્રમુખ અસદુદીન ઓવેસી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં AIMIMને મજબૂત કરવા સોગઠાં ગોઠવાઈ રહ્યા છે.અસુદ્દીન ઓવેશીની મુલાકાતથી કોંગ્રેસને ફટકો પડે તેવું લાગી રહ્યું છે અમદાવાદ કોંગ્રેસમાં વધુ ભંગાણ થાય તેવા વાદળો ઘેરાયા છે. કોંગ્રેસના બે કોર્પોરેટર અસદુદ્દીન ઓવૈસી મળ્યા હોવાના ફોટા વાયરલ થયા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ગોમતીપુર ના કોર્પોરેટર ઇકબાલ શેખ તેમજ બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ તિર્મિજીએ અસદુદ્દીન ઓવૈસીની મુલાકાત કરી છે. ઓવેસી સાથે મુલાકાત લઈ અનેક અટકળો વહેતી થઈ છે. બન્ને કોર્પોરેટર ઓવૈસીની પાર્ટી AIMIMને જોઈન કરી શકે છે આમ ચુંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટે તેવું દેખાઈ રહ્યું છે