અમદાવાદ : બે મોબાઈલ ચોરને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા, 107 મોબાઈલ કર્યા કબ્જે

New Update
અમદાવાદ : બે મોબાઈલ ચોરને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા, 107 મોબાઈલ કર્યા કબ્જે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એવા બે મોબાઈલ ચોર પકડવામાં સફળતા મળી છે કે જે બપોરના સમયગાળા દરમિયાન કન્ટ્રકશન સાઈટની રેકી કરતા અને સવારમાં તે પહોંચી જઈને ઊંઘી રહેલા કર્મચારીઓના મોબાઇલની ચોરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને 150 જેટલા ગુનાનો ભેદ ઉકેલીને 107 ચોરીના મોબાઇલ કબ્જે કર્યા છે. આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વેજલપુર વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફે જયલો નાયક અને સતીશ ઊર્ફે સત્યા પરમારની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ બપોરના સમયે વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદ નગર, ઘાટલોડીયા, સરખેજ અને બોપલ- શેલા જેવા વિસ્તારોમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ (construction site) પર રેકી કરતા હતા. અને વહેલી સવારે મોબાઇલ ફોનની ચોરી કરતા હતા. જોકે આ બંને આરોપીઓ વેપાર ધંધો કરતા વેપારીઓની નજર ચૂકવીને પણ તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

આરોપીઓ ચોરી કરવા માટે રિક્ષા ભાડે કરીને નીકળતા હતા. જ્યારે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ની વાત કરીએ તો જયેશ નાયક અગાઉ સેટેલાઈટ તથા આનંદ નગર વિસ્તાર મોબાઇલ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે સતીષ ઉર્ફે સત્યા પરમાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં અને સરખેજ પોલીસ સ્ટેશનમાં કર્યું ભંગના ગુનામાં પકડાઇ ચૂકેલ છે. હાલમાં ક્રાઇમ બ્રાંચે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે જ્યારે જપ્ત કરેલ મોબાઈલ ફોન ના I.M.E.I નંબરના આધારે માલિકને શોધી કાઢવાની પણ કામગીરી શરૂ કરી છે.

Latest Stories