અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રીઢા ચેઇન સ્નેચર પકડ્યો હતો.26 વર્ષીય ચેઇન સ્નેચર પૂછપરછમાં કહ્યું હતું કે, તે તેની પત્નીને લક્ઝુરિયસ જીવન આપવા ચેઇન સ્નેચિંગ, વાહન ચોરીનો સહારો લેતા હતા. અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાં આ ચોરી ગુન્હા કર્યા છે.2016થી અત્યાર સુધીમાં તેમણે અમદાવાદમાં 21, સુરતમાં 11, ખેડામાં 1, હૈદરાબાદમાં 7, બેંગલુરુમાં 4 મળી કુલ 43 ગુના આચર્યા હતા. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એસજી હાઈવે પર પારસનગરથી લખુડી વસાહત પાસે ચોરીના એક્ટિવા સાથે ઉમેશ ખટિક ને ઝડપી લીધો હતો.આરોપી ઉમેશ નારોલ પોલીસ જાપ્તામાંથી ફરાર હતો, જેની ગુનામાં ધરપકડ કરાઈ હતી. તેણે પૂછપરછમાં કહ્યું હતું કે, પત્નીને લક્ઝુરિયસ જીવન આપવા ચેઇન સ્નેચિંગની રવાડે ચડ્યો હતો, જેની શરૂઆત તેણે 2016માં વાહનચોરી, ચેઇન સ્નેચિંગની કરી હતી.
અમદાવાદમાં આરોપી ઉમેશ 21 ગુના આચર્યા છે. ઉમેશ ખટિક સામે સોલા, ગુજ. યુનિવર્સિટી, ચાંદખેડા, વાડજ, ઘાટલોડિયા, આનંદનગર, નારોલ, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કુલ 21 ગુના છે. જ્યારે સુરતમાં 11 અને ખેડાના માતર પોલીસ સ્ટેશનમાં એક ગુનો, હૈદરાબાદમાં 7, બેંગલુરુમાં 4 ગુના નોંધાયા છે.ઉમેશ તેની પત્નીને ખરીદી કરવા અને પર્યટન સ્થળે ફેરવવા માટે ચોરીના રવાડે ચડ્યા બાદ ચેઇન સ્નેચિંગ માટે અમદાવાદથી બેંગલુરુ વિમાન માર્ગે જતો અને ત્યાં બાઈક ચોરી કરી ચેઇન સ્નેચિંગ કર્યા બાદ ટ્રેન મારફતે અમદાવાદ પરત આવતો હતો. તેણે હૈદરાબાદ, બેંગલુરુ વચ્ચે વિમાન મુસાફરી કરી ચેઈન સ્નેચિંગના ગુના આચર્યા ની પોલીસ સમક્ષ કબુલાત કરી છે. આરોપી ધરપકડથી બચવા બસમાં મુસાફરી શરૂ કરી હતી. -ઉમેશ દોઢ મહિના પહેલાં પોલીસ જાપ્તામાંથી નાસી છૂટ્યો હતો. આ દરમિયાન તે અમદાવાદથી બહારગામ જતી કોઈ પણ બસમાં બેસી જતો સવારે જાહેર શૌચાલયમાં ફ્રેશ થઈ ગુનાને અંજામ આપતા અને ત્યાર બાદ પાછો બસમાં બેસી જતો હતો.
