અમદાવાદ: નિત્યાનંદના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય જોખમમાં, શાળાને પુનઃ શરૂ કરવા માંગ

0
236

અમદાવાદના પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલને ચાલુ રાખવા મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ  આંદોલન પર ઉતરી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકાર અને અધિકારીઓ સામે શાળા ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે.

અમદાવાદના પૂર્વવિસ્તારમાં આવેલ ડીપીએસ સ્કૂલમાં જ્યારે ડિસેમ્બર બાદની વાર્ષિક પરીક્ષાઓ  સામે છે અને તેની તૈયારીઓ તથા સિલેબસ પણ હજુ પૂરો નથી થયો એ પહેલા જ સ્વામિના પાપે શાળાને તાળું મારી દેવાયું છે. શાળાને બંધ કરાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્ન ઊભા થયા છે. શાળા બંધ થતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી પડ્યો છે. શાળા ચાલુ થાય તે માટે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે. શાળા સામે જ અચોક્કસ મુદ્દતના સત્યાગ્રહ પર વાલીઓ સહિત વિદ્યાર્થીઓ બેસી ગયા છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે કે  સ્કૂલના સંચાલક કે સ્કૂલના અધિકારીઓ સામે જે પણ કાર્યવાહી કરવી હોય તો કરો પરંતુ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે શાળાને ચાલુ રાખવા માંગ કરી છે. આ પહેલા વાલીઓ દ્વારા ડીપીઓ અને સરકાર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી હતી  પણ સરકાર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા  વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ અચોક્કસ મુદ્દતના સત્યાગ્રહમાં રાત્રે પણ વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં ખડેપગે રહ્યા હતા.  આજે દિલ્હીન અધિકારીઓ ડીપીએસ સ્કૂલ મામલે ઉચ્ચ અધિકારીઓ અને સંચાલકો સાથે બેઠક કરી પોતાનો આગામી નિર્ણય જણાવશે. પરંતુ આ બધીજ બાબતોમાં ક્યાંક વિદ્યાર્થીઓનું જીવનપણ અંધકારમાં જતું ન રહે તેના પર મંથન કરી પોતાનો સુવોમોટો વાપરી નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here