/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-253.jpg)
પાણીના પ્રદુષણને લઇ ભારત દેશ આખો દ્વિધામાં પડ્યો છે. ત્યારે કેટલાક પ્રદૂષણો આપણે ભગવાનની આસ્થા થકી પણ કરતા હોઇએ છે. જે ભગવાનને પણ પસંદ નહિ હોય. ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલા દશામાંના મૂર્તિ વિસર્જનના કારણે ફરી કેટલીય નદીઓમાં પી.ઓ.પી ની મૂર્તિને વિસર્જિત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં એક એવું મૂર્તિકાર કે જેમને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની માટીમાંથી મૂર્તિ બનાવી છે.
હવે જયારે દશામાંના વ્રત બાદ થોડાક સમયમાં ગણેશ ચતુર્થી પણ આવી રહી છે. ત્યારે અમદાવાદના એક મૂર્તિ કલાકાર દ્વારા લોકોને નજીવી કિંમતોમાંઅને મૂર્તિ મફત આપી પ્રદુષણ રોકવાનું કામ કરી રહ્યા છે. જયારે જળ પ્રદુષણએ અત્યારનો સૌથી મોતો પ્રશ્ન પ્રશ્ન બની ગયો છે. શરીરમાં પણ 70% પાણી ભાગ હોય છે. ત્યારે આ જ પાણીને પીવાના કારણે લોકોને કેન્સર જેવી મોટી બીમારિઓ પણ થતી હોય છે. ધીરે ધીરે દેશમાં કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે. આના અપાછળ જવાબદાર છે. પોતે માનવી અને તેની આસ્થા થકી કરવામાં આવતું જળ પ્રદુષણ હજુ દશામાંના વ્રતને થોડીક જ સમય થયો છે. ત્યારે લોકો દ્વારા નદીઓમાં પી.ઓ.પી ની મૂર્તિઓ વહેડાવવામાં આવી હતી અને તેના કારણે પ્રદુષણ તો ફેલાયુંજ પરંતુ તેજ મૂર્તિઓ લોકોના પગમાં આવતી હતી.
ભગવાન પ્રત્યેની જે લોકો અતૂટ શ્રદ્ધા રાખે છે. તે જો કદાચ વિચારે તો તેમને પણ ખ્યાલ આવે કે આપણે ખરેખર પૂજા કરી કે પછી કોઈ ડોળ કર્યો છે. ત્યારે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પ્રદુષણને રોકવા માટે પી.ઓ.પી ના દરમાજ માટીની મૂર્તિ બનાવીને લોકોને આપે છે. જો કોઈ જોડે પૈસા ઓછા હોય તો તેને મફત પણ આપી દે છે. પરંતુ તેમને કનેક્ટ ગુજરાત સાથેની વાતચિતમાં જણાવ્યું કે હું વર્ષોથી આજ રીતે કામ કરું છું અને મારી મૂર્તિઓ પણ વેચાય છે. તથા લોકોમાં તેમને જાગૃતતા લાવવા અનેકો પ્રયોગો પણ કરેલા છે.