અમદાવાદ : રાત્રિ દરમ્યાન શહેરમાં ફરી રહ્યા છો, તો ચેતજો... આપની સાથે પણ બની શકે છે આવી ઘટના..!

New Update
અમદાવાદ : રાત્રિ દરમ્યાન શહેરમાં ફરી રહ્યા છો, તો ચેતજો... આપની સાથે પણ બની શકે છે આવી ઘટના..!

અમદાવાદ શહેરમાં લૂંટારુઓ જાણે બેફામ બન્યા હોય તેમ શહેરના પોષ ગણાતા વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં એક જ દિવસમાં લૂંટારુઓએ 2 અલગ અલગ સ્થળોએ લૂંટ ચલાવી પોલીસની રાત્રી પેટ્રોલિંગ પર સવાલ ઉભા કર્યા છે. જેમાં 2 લૂંટારુઓએ દેશી તમંચા સાથે ટુ વ્હીલર પર આવી ખાનગી કંપનીમાં ટિમ લીડર તરીકે કામ કરતા પ્રભુ યાદવ અને તેની સ્ત્રી મિત્ર પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ ગુરુકુળમાં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતા દીપેન પટેલ શાંતિપુરા રહેતા તેના મિત્રના ઘરેથી બાઈક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે બન્ને આરોપીઓએ તમંચો બતાવી તેની પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હતા. આમ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારમાં 2 યુવકોને લૂંટી લેવાના બનાવમાં પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. જોકે પોલીસના રાત્રી પેટ્રોલિંગના દાવા વચ્ચે હકીકત કઈક અલગ જ છે, ત્યારે એક જ દિવાસમાં આ પ્રકારે લૂંટની ઘટના બનતા રાત્રે ઉંઘતી પોલીસે હવે જાગવાની જરૂર વર્તાઇ રહી છે.

Latest Stories