/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/15154050/maxresdefault-183.jpg)
દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર કરવામાં આવશે. જો કે હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. ત્યારબાદ તબક્કાવાર જેટીને લંબાવામાં આવશે
દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રિવરફ્રન્ટ ખાતે તૈયાર થનાર આ જેટી માટે 12 મીટર લાંબા અને 3 મીટર પહોળા એક પોન્ટુન મળી કુલ 6 પોન્ટુનની મદદ લેવામાં આવી રહી છે. વધુમાં કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીકેજ થાય ત્યારે પણ તેમાં પાણી નહીં ભરાય અને હંમેશા તરતી જ રહેશે.31 ઓક્ટોબર પહેલા આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
જેટી તૈયાર કરવા માટે મરીન ટેક ઇન્ડિયા કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછું 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને એકસાથે 1200 માણસ ઉભા રહી શકશે. તેનું આયુષ્ય 50 વર્ષનું આંકવામાં આવ્યું છે. અગાઉ સ્ટીલ કે લાકડામાંથી જેટી તૈયાર કરાતી હતી અને તે ખૂબજ ખર્ચાળ હોવાની સાથે તેનું મહત્તમ આયુષ્ય 15 વર્ષ છે.
પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ છે અમદાવાદમાં અને કેવડિયા ધરોઈમાં વોટર એરોડ્રામ બનવવામાં આવી રહયા છે. સી પ્લેન ચાલુ થવાથી પ્રવાસનને પણ વેગ મળશે. અમદાવાદથી કેવડીયા કોલોની માટે સી પ્લેનની સફર કરવા વ્યકતિદીઠ 4800 રૂપિયા ખર્ચવા પડશે.