Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાના રેપીડ ટેસ્ટ માટેના ડોમમાં ટેસ્ટ કીટની અછત, જુઓ લોકો શું કરી રહયાં છે

અમદાવાદ : કોરોનાના રેપીડ ટેસ્ટ માટેના ડોમમાં ટેસ્ટ કીટની અછત, જુઓ લોકો શું કરી રહયાં છે
X

અમદાવાદ કે જયાંથી કોરોનાને લઇ રોજ રોજ નવા સમાચાર આવી રહયાં છે. હવે ટેસ્ટીંગ ડોમમાં આપવામાં આવતી રેપીડ ટેસ્ટ માટેની કીટ ઓછી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે....

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ છે ત્યારે અમદાવાદમાં તો હાલત બદતર થઇ છે. લોકો કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવી શકે તે માટે 90 થી વધુ ડોમ ઉભા કરવામાં આવ્યા છે પણ ત્યાં હવે રેપિડ કીટ પણ નથી. છેલ્લા કેટલાક દિવસથી ડોમ પર ટેસ્ટિંગ માટે 50 કે તેથી ઓછી કિટ અપાતા અનેક લોકો ટેસ્ટથી વંચિત રહી ગયાં હોવાની ફરિયાદો ઉઠી છે. ડોમમાં ટેસ્ટ થતાં નહિ હોવાથી જીએમડીસી માં શરૂ કરાયેલ ડ્રાઈવ થ્રૂ સિસ્ટમમાં લોકોએ ના છૂટકે રૂ. 700માં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડે છે.

હાલમાં શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેના ડોમ પર ટેસ્ટિંગ માટેની ગણતરીની ટેસ્ટ કિટ અપાઈ રહી છે. અનેક જગ્યાએ તો લોકો ટેસ્ટ કરવા માટે ડોમ શરૂ થાય તે પહેલાં લાઈનો લગાવી દે છે પણ માત્ર 50 કિટ આવતી હોવાથી અનેક લોકોને પાછા જવું પડે છે. તો કેટલીક જગ્યાએ તો કીટના અભાવે ડોમ ખૂલતાં નથી. મહાનગર પાલિકા ટેસ્ટની સંખ્યા ઘટાડી કોરોનાના કેસો ઘટાડવા માંગતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 4821 કેસ નોંધાયા છે. જ્યારે 22ના મૃત્યુ થયા છે.


અમદાવાદ શહેરમાં જે ડોમ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં પહેલા 150 થી 200 કીટ રેપીડ ટેસ્ટ માટે આવતી હતી જ્યાં આજે માંડ 50 કીટ આવે છે. અંકુરમાં 25 કિટ આવી હતી જયારે ચેનપુર, રાણીપમાં ડોમ જ બંધ હતા. મેઘાણીનગર, શાહીબાગ, નિકોલ, વિરાટનગરમાં તો સવારથી જ કોઈ કીટ આવી ન હતી. ખાનગી હોસ્પિટલોમાં ફક્ત 3 ટકા બેડ ખાલી અને 6 વેન્ટિલેટર બેડ ખાલી છે.પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં તો મર્યાદિત કીટ આવતા ટેસ્ટિંગ કરાવવા આવનાર લોકો તકલીફમાં આવી ગયા છે એક બાજુ સરકાર કહે છે કે ટેસ્ટની સંખ્યા વધારો બીજીબાજુ કીટ નથી પહોંચતી નથી તે કડવી પરંતુ સત્ય વાસ્તવિકતા છે.

Next Story